જીવી લઈએ.
આ પેંડામિકમાં અસંખ્ય લોકો છે જેઓ મોત કો છુકર ટક સે વાપસ આ ગયે હૈ, અને જે લોકો મોતને હાથતાળી દઈને પાછા ફર્યા છે તેઓ અને જેઓએ આ મોતનો મંજર જોયો છે એ બધા એક જ વાત કરે છે કે હવે જીવી લેવું જોઈએ.
પણ આ જીવી લેવું એટલે શું...?
જે લોકો હવે જીવી લેવા ઉપર ભાર મૂકે છે એ અગાઉ પણ જીવિત હતા જ તો હવે શા માટે જીવી લેવાનું કહે છે .?
સામાન્ય રીતે એ લોકો પોતાના મનગમતા કામ કરવા, લોકોની સેવા કરવી કોઈ ખોટા કામ ન કરવા વગેરેને જીવી લેવાની વ્યાખ્યામાં મુકતા હોય છે.
એ સત્ય છે પણ આ બધાનું એસેન્સ કંઈ અલગ જ છે
ખરેખર માણસ જ્યારે જીવિત હોય છે ત્યારે એ ત્યાં નથી હોતો જ્યાં એ હોય છે, એની માનસિક હાજરી બીજે ક્યાંક હોય છે.
માટે એને હંમેશા અહેસાસ થાય છે કે આપણે હજુ જીવ્યા નથી. કઈક ખૂટે છે.
એ ભૂતકાળ ખોવાયેલો હોય છે અથવા ભવિષ્યમાં મસ્ત હોય છે વર્તમાનમાં તો એ ક્યારેક જ આવે છે.
જ્યારે એ મનને ગમે એવા કાર્ય કરે ત્યારે એ કાર્યને જીવતો પણ હોય છે, એટલે એની પૂર્ણ હાજરી એ કાર્યમાં હોય છે, એટલે એ વ્યક્તિ વર્તમાનમાં હોય છે.
મૂળ મુદ્દો વર્તમાન છે, જે એસેન્સ છે, વર્તમાનમાં હોવું અદભુત છે ત્યાં કોઈ દુઃખ નથી કોઈ સુખ નથી બસ વ્યક્તિનું શુદ્ધ હોવાપણું હોય છે.
જ્યાં વિચારો મનને દૂષિત નથી કરતા મન સ્થિર હોય છે ત્યાં બહુ ઓછા વમળો હોય છે.
આવી સ્થિતિમાં થતા કાર્ય અથવા સ્થિરતા આપણાં હોવાનો આછો આછો પુરાવો આપે છે જે આનંદ અને જીવી લીધાનો અહેસાસ આપે છે.
કેટલું સરળ છે જીવી લેવું
વર્તમાનમાં હોવું એટલે જીવી લેવુ..
પ્રદિપ પરમાર {ભેરૂ}
No comments:
Post a Comment