Thursday, 28 December 2017


ક્યારેક મળીશું તો જણાઈ આવશે.
સત્યને ક્યારેય ઉંમર નથી લાગતી
ભેરુ

Saturday, 16 September 2017


કાગળનું સ્વેતપણું તાકી રહ્યું છે મને આજે
લખવા સમ છે ઘણું ને હું મૌન છું આજે,

પાંપણ સજાવી બેઠી સુંવાળી સેજ સ્વપ્ન કાજે,
ને હું વાવીને બેઠો છું ઉજાગરો આજે.

{ભેરૂ}

Monday, 27 March 2017

હું તને પ્રેમ કરૂ છું..... કારણ કે,
તું સુંદર છે, તું પ્રેમાળ છે, તું જવાબદારી ઉઠાવે છે, તું લાગણીશીલ છે  વગેરે વગેરે
આવા સંવાદો લગભગ બધા સબંધોમાં થતા હોય છે. જે ઇચ્છનીય છે,પણ કન્ડિશનલ કહી શકાય.

પણ

હું તને તેમ છતાય પ્રેમ કરૂ છું...., આ વાક્ય કોઈ તમારા માટે કહે તો એ વ્યક્તિ તમને ખાસ સમજે છે,કારણ કે આવુ વાક્ય બોલનાર વ્યક્તિ તમારી ભૂલને માફ કરીને તમને ચાહવા માટે તૈયાર છે.

જ્યારે સબંધ હું તને પ્રેમ કરૂ છું..... કારણ કે, થી   શરૂ કરીને હું તને તેમ છતાય પ્રેમ કરૂ છું...., સુધી પોહચે એટલે પ્રેમ પરિપકવ થઈ ગયો કહેવાય.

#ભેરૂ

Saturday, 4 February 2017

તાકી રહ્યું છે ભાવિ અનિમેષ મને,
આજે સમાપ્ત નહિ થાઉં તો,
કાલે જરૂર મળીશ તને..

#ભેરૂ

Friday, 3 February 2017

અમે થોડા પાણીના માછલાં,
તમારા એક જાકારે તડફડી ઊઠીશુ,

ઉભા છીયે ફક્ત તમારા પ્રેમને સહારે,

તમારા એક નકારે ખળભળી ઊઠીશુ
{ભેરૂ}

Wednesday, 1 February 2017

પ્રસંગ બની ગયું છે આયખું આખું,
ઉપસ્થિતિ તમારી કંઈ જેમતેમ નથી.
#ભેરૂ

Saturday, 28 January 2017

સમય અને સંજોગની આંટીમાં વીંટળાઇ ગયો છું, ને લોકો સમજે છે, હું બદલાઈ ગયો છું.
પ્રદિપ પરમાર, "ભેેરૂ"

એની અણીયારી આંખ લુટી ગઇ મને.
લુટાયેલી વસ્તુમાં દુ:ખ, હતાશા અને એકલતા હતી.
"ભેેરૂ"

(Sep-12-2015)
પ્રિયતમાનો સ્વાંગ રચીને એક કરતબ કરી ગયા
એ વસંત બનીને મારૂ પાનખર ય લુટી ગયા
પ્રદિપ,,,,,, ભેેરૂ
કો'ક તો સમજવો આ રખડાઉ સમયને 
"બધાનો બદલાય છે, મને જ કેમ વિસરી જાય છે"
"ભેેરૂ " પ્રદીપ.,.
"હદય ધબકાર ચુકી જાય એવુ ય બને
શણગાર કરવામાં થોડો પરેજ કરજો સનમ"
પ્રદીપ "ભેેરૂ"
"તારા નયનોના સાગરમાં નાવ ચલાવતો જ રહ્યો,
તુ ઉગારીશ એવી ચાહમાં વધુ ને વધુ ડુબતો જ ગયો."
પ્રદીપ "ભેેરૂ
"
તારી જુદાઈ તરખાટ મચાવી ગઇ
જીવનથી તારી વિદાય,એક આઘાત સર્જી ગઇ.
પલ્લવ સમા મારા હદયને પાષાણ કરી ગઇ.
તારી જુદાઈ તરખાટ મચાવી ગઇ.

અનંત અનુબંધને ક્ષણમાં તોડી,
અનાવીલ સ્નેહની ઠેકડી કરી ગઇ.
તારી જુદાઈ તરખાટ મચાવી ગઇ

વીતે છે હર ક્ષણ પ્રકાશવર્ષ સમ,
કદીના ખુટે એવો સમય આપી ગઇ,
તારી જુદાઈ તરખાટ મચાવી ગઇ.

ભસ્મીભૂત કરવા મથી રહી જે મને,
સ્નેહની સુંવાળી જ્યોતને દાવાનળ કરી ગઇ,
તારી જુદાઈ તરખાટ મચાવી ગઇ

સંભાવનાના ક્ષિતિજોને ખોળે છે "ભેેરૂ "
અનંતને પણ લજવે એવી ઇંતેજારી આપી ગઇ.
તારી જુદાઈ............
પ્રદીપ પરમાર "ભેેરૂ"
 આ જીંદગી
લહેરાય ક્યારેક લીલોતરીને ઓથે,
તો, ક્યારેક સુકીભઠ બની જાય આ જીંદગી
રેલાય ક્યારેક કોકિલ કુંજન સમ,
તો, ક્યારેક વાયસ થઈ કરી જાય કકળાટ
આ જિંદગી
વરસે ક્યારેક બની વસંતની વણજાર,
તો, ક્યારેક બાંધી જાય પાનખરના તોરણ આ જીંદગી,
આપી જાય ક્યારેક આનંદનો અવસર ,
તો, કયારેક માતમ ને ય પરણી જાય આ જીંદગી
દાખવે ક્યારેક કુંપળો કેરી કોમળતા,
તો, ક્યારેક ધ્રાંગ બની આપી જાય પછડાટ આ જીંદગી
કોણ જાણી શક્યું છે "ભેેરૂ " આ સજીવ સંવેદન ને,
હરરોજ મોત, ને ક્યારેક, જીંદગી બની જાય આ જીંદગી.
પ્રદીપ પરમાર "ભેેરૂ "
લખું છું ગજલોમાં રોજ તને ,
તોય લખાતી નથી,
સેવુ છું સમણા રોજ તારા
તોય દેખાતી નથી,

બની ગઇ કેવી પ્યાસ તું, અમ્રુતમાં ઘોળી પીવું તને,
તોય બુજાતી નથી.
પ્રદીપ "ભેેરૂ "
" મળે જો મંજૂરી તો,હજુ થોડાક જનમ જોઇયે છે મારે,
તને ચાહવા એક જન્મારો ઓછો પડે છે."
પ્રદીપ પરમાર "ભેેરૂ"
વાંચો જો મને, હું કોરા કાગળ માંથી શબ્દ બની જાઉ,
પીવો જો મને, હું પ્રખર પ્યાસ માંથી ત્રુપ્તિ બની જાઉ.
ઝંખો જો મને, હું અનાવીલ સ્વપ્ન માંથી 
હકીકત બની જાઉ.
સદૈવ સ્વિકૃતી છે "ભેેરૂ",
માંગો જો મને,હું વ્યક્તિ મટી,તમારા નામનો દસ્તાવેજ બની જાઉ.
પ્રદીપ પરમાર "ભેેરૂ"
"મારા સપનાઓ પણ કેવા વાચાળ છે,
એક તને જ, જોવા કેવા એ લાચાર છે.
સમગ્રને સમાવે છે એક તુજમાં કેવા એના આકાર છે

તારાથી શરૂ અને તારા પર ખતમ કેવા એના વ્યવહાર છે
મારા સપનાઓ પણ કેવા....
"ભેેરૂ "
હું જ, પોતે મારો ન રહયો,
તારા લાવણ્યે કેવો તે મુગ્ધ કર્યો.
ક્ષિતિજે ક્ષિતિજે ખોળુ તને,
ન કળાય એવો તે સ્વાંગ ધર્યો.
-ભેરૂ




"તારી યાદોનો દરિયો ફરીથી તોફાને ચડ્યો,
નિંદરની નાવ ને ડૂબાડી,તોય શાંત ના પડ્યો,
કેવું લાગ્યું છે ઘેલુ,કંઇ સમજાતું નથી,
નક્કી તમારો "ભેેરૂ" કઇંક અવળે રવાડે ચડ્યો "
પ્રદિપ પરમાર (ભેેરૂ)
"હદય હસ્તાક્ષર કરી આપે તો,પ્રણયનું પારખુ ના કરશો કોઈ,
શ્વાસ જુબાની ફેરવી લે,એ હદે પરીક્ષા ના કરશો કોઈ"
પ્રદિપ પરમાર (ભેેરૂ)

टुटकर भी खडा हु, इस कायनात मे,
लोग हसे ना तुज पर ईसलिये बिखरा नही हु.
{Deep}


सजदे मे उठे हाथभी क्या गजब ढा गये,
लोग चिजे मांगते है, ये तो खुदा हि मांग गये .


{Deep}
કેવા ઊગ્યા તા' તમે આજવાળા પાથરવા સૂરજની જેમ ,
કેવો હું પણ ડૂબી ગયો તમારામાં અંધારાની જેમ.
કેવા ખીલ્યા તા' તમે સુગંધ પ્રસરાવવા ફૂલોની જેમ,
કેવો હું પણ સમાઈ ગયો તો તમારામાં ભ્રમરની જેમ.
કેવા વરસ્યા તા' તમે તરબોળ કરવા મેઘાની જેમ,
કેવો હું પણ ફેલાઇ ગયો તો તમારામાં ઇઁદ્રધનુસની જેમ
અદભૂત હતો સબંધ અમારો 'ભેરૂ'
કેવા ચાલ્યા ગયા તા' તમે મુસાફરની જેમ ,
કેવો હું પણ ચાલતો તો , તમારામાં રસ્તાની જેમ.
પ્રદિપ પરમાર (ભેરૂ)
વણજોઈતી સલાહોથી દબાઇ રહ્યો છું, છે કોઈ એવું ? જે રતિભાર દર્દ લઈ જાય,
સ્વજનોના શબ્દોના તીરથી હણાઇ રહ્યો છું, છે કોઈ એવું ? જે ચપટીક મરહમ દઈ જાય.
-ભેરૂ (પ્રદિપ પરમાર )
આત્મસ્વમાન અને અહંકાર વચ્ચે નો ભેદ સમજાય જાય તો,
જીવન ઘણું બધુ સરળ બનવાની શક્યતા છે.
-ભેરૂ (પ્રદિપ પરમાર)
માત્ર સંવાંદો અદ્રશ્ય હતા આપણી મુલાકાત વખતે,
બાકી આંખોથી આંખોનું કથન તો જગજાહેર હતું.

-ભેરૂ


જે છે તેની ઉપેક્ષા કરૂ છું,
નથી એની અપેક્ષા કરૂ છું,
કંઈક મેળવવા નિત નવી માંગણી કરૂ છું,
મળી જાય તોયે એ જ પ્રક્રિયા દોહરાવુ છું.
એકાંત એના અંધારા સાથે કાયમ છે હજુ ,
તારા પ્રેમના ઓજસે પીઠ કરી છે જ્યારથી.

"તમારી નજાકતનો કાયલ તો, એક અરસાથી છું,
જુઓને દિલ પણ કેવી કોમળતાથી તોડ્યુ,"
તારા શબ્દોથી તો ફક્ત ઉજરડા પડયા તા'
પણ તારા મૌનથી વિંધાય ગયો છું,
તારા પ્રેમના પીંજરે આઝાદ હતો 'ભેરૂ'
પણ તારા વિરહના આકાશે બંધાઈ ગયો છું.
કોઈ કારણોસર બાળક ઉપર ગુસ્સો આવ્યો હોય ત્યારે બાળકને તે જ દ્રષ્ટિથી જોવાની કોશીષ કરજો 
જે દ્રષ્ટિથી તમે એને પ્રથમ વાર જોયુ હતું. 
તડકામાં બરફ ઓગળે એમ ગુસ્સો ઓગળી જશે.

(ભેરૂ) 
જવેરાત સમ હતી ઝાકળ ફૂલોની સેજ પર,
પણ ફુલોને ખીલવા તપીસની જરૂર હતી,
આખરે ઝાકળને બળીને ઉડવું જ રહ્યું.
ગ્રીષ્મની કોઈ સુંવાળી સવારે,
ઉગતા રવિના ઓછ્કલા અજવાળે
ઓગળી રહેલા ધુમ્મસ સથવારે વહી ને મન તેની વીતેલી યાદોને વાગોળે છે જેને હું ખરેખર તો ભૂલી જ ગયો છું
પણ તેના સંગાથની રમતિયાળ યાદો મનમાં ઉપસવા મથી રહી છે, જો આ રેખાચિત્રો ફંટાઇને જાગ્રુત થઈ જશે તો યાદોના યૌવનને કોઈ રોકી શકશે નહી.
સબંધોની ભવ્યતાના જુગજુગના ઇતિહાસને વાગોળવા આજે ફરીથી મીટ માંડી છે,એક અભીપ્સા સહ કે તે મને મળશે
પણ કેવી વિડંબના છે કે હું જ આજે ક્યાંક ખોવાઈ ગયો છું.
પ્રદિપ પરમાર #ભેરૂ

જાવ નહી માંગુ પોઁચો, પણ તમે આંગળી તો ધરો,કહેવતો ને ખોટી પાડિશ"ભેરૂ",દોસ્તીમાં એક ડગ તો ભરો.-ભેરૂ (પ્રદીપ પરમાર )

નિંદ્રા રોજ મારુ કંઇક લઈ લે છે, હું તો હોઉ છું તોય હું નથી હોતો. 
નિસ્તેજ પડેલા દેહમાં કંઇ પ્રવાહિત હોય તો એ છે રક્તની ઉતાવળી દૌડ઼ અને રૂદાના ધબકાર,જેનો પ્રત્યેય પડઘો મારી ક્ષણ ઓછી કરી રહી છે.
ગિરદની જેમ સરકતા જીવનમાં ક્યારેય હું પણ ખૂટી જઈશ પૂર્ણ થઈ પૂર્ણવિરામ બની જઈશ. ત્યારે રક્તના પૈડા થંભી જશે ધબકાર શાંત થઇને વિશ્રાંતિ લઈ લેશે. કેસુડો ક્યાંક ખીલી રહ્યો હશે, કોઈ પક્ષી પોતાની પાંખના ઘેરાવામાં આકાશ સમાવી લેવા મથી રહ્યું હશે. બધુ રાબેતા મુજબ ચાલી રહ્યું હશે.
પણ હું નહી હોઉં,
શુ ?
ખરેખર
હું નહી હોઉં,
કદાચ હોઇશ
અતીતમાં કોઈના મુખે જાણે અજાણે લાવેલા સ્મિતમાં હોઇશ,
"ભેરૂ" (પ્રદિપ પરમાર)

મૈત્રી 

ક્યાં છે એ વિશ્વાસના વહાણો જે તરી શકે ,
ક્યાં છે એ ઝાંઝવા જે તૃપ્ત કરી શકે,
નિંદ્રામાં પણ વ્યાપ્ત છે અહી શૂન્યતા,
"ભેરૂ"કયાં છે એ સ્વપ્નો જે સાચા ઠરી શકે.
#ભેરૂ (પ્રદિપ પરમાર )

ઢળતી સાંજે યાદ આવી ગયો જૂનો શ્રાવણ, 
વાદળ ઘેરણા જરા નેે' બાળપણ બેઠું થયું.
#ભેરૂ

જ્યારે સબંધમાં ન કહેવાયેલ શબ્દોના પણ અર્થ નીકળવા લાગે
ત્યારે એ સબંધ કાં તો ઉચ્ચ શિખર પર છે અથવા તો ખાઈ માં છે.
"ભેરૂ"
ચાલને આજે ફરીથી વચનો પ્રેમના ત્રોફાવીએ,
વિસરાઇ ગયેલ સબંધને નાનેરા સ્મિતથી વધાવીએ
અદ્રશ્ય તાંતણો જે થકી હતો સઘળો વ્યવહાર આપણો,
ચાલ ને, આજે ફરીથી એ જ રસ્તે ખોવાઈએ....

#ભેરૂ (પ્રદિપ પરમાર)


કહેવાય છે કે દુઃખના અશ્રુ સારા નથી હોતા,તોયે હાથથી એને લૂછી લીધા બાદ કોઈ હાથ કેમ નથી ધોતા.....#ભેરૂ

"શબ્દો હોઠે આવી જાહેર થઇ ગયા
અકથ્ય અંગારા મૌન જ રહી ગયા"
પતંગ બની મન એવું તે વંટોળે ચડ્યું 
ચીંથરેહાલ થઈ ગયું છતાં નીચે ન પડ્યું..
{ભેરૂ}

"હું", એટલે પોતાના જ વજનથી દબાઈ ગયેલું, એક સુંવાળું પીંછું....{ભેરૂ}

તેથી જ થયા છે પાયમાલ ઘણા અહીં
પ્રણયના રસ્તે ચાલતા સમજણને ક્યાં અવકાશ હોય..
{ભેરૂ} પ્રદિપ પરમાર
બસ એજ નિયતિ હશે જીવનની,
તરવરાટથી ઉગવું ને હારીને ખરી જવું
ભેરૂ
નિષ્પ્રાણ છે અહીં હજારો આશાઓ
અમરત્વ લઈને તો નિરાશા જન્મી છે.
#ભેરૂ( પ્રદિપ પરમાર)
સાદગી હવેથી નહિ છલકે આ આંખેથી 
દુનિયાદારીના દાવપેચ શીખી રહયો છે "ભેરૂ"
લાગે છે પૂનમ પણ ઘોર અમાસે,
વસ્યા છે જ્યારથી એ દરેક શ્વાસે
(ભેરૂ)

#એક_નાનકડી_ગોષ્ટિ

:તું સાવ પાગલ છે, બુધ્ધુ જ રહી ગયો,
જો હું ક્યાં સુધી પોહચ્યો,
તું હજુ ત્યાં જ ગોથાં ખાય છે....,
:અરે લાલા મારે નથી ચાલવું,
મને નથી ફાવતું,
અકળામણ થાય છે,
મુંજારો થાય,
:પણ તું આવ તો ખરો,
ખરેખર મજા આવશે
તું ડરે છે એવુ કંઈ નથી અહીંયા,
જો આટલા બધા લોકો કેવા સરસ રીતે જીવે છે અહીં..
કેવો આનંદ લે છે,
કેવો કિલ્લોલ કરે છે..
:ખરેખર ? તેઓ ખુશ છે ? આનંદ માં છે ?
:વિહાગંલોકન કરતા તો એવું જ લાગે છે કે તેઓ પ્રફુલ્લિત છે,
:ના, તું પહેલા પાક્કું કર મને ભરોસો નથી આવતો તારા આ લટુડા-પટુડા ઉપર...
:અરે ડિકુ મારા ગળાના સમ બસ..... આવી જા ને....
:જા જા જુઠ્ઠા તારે ક્યાં ગળું જ હતું,
અરે......તારે તો ધડ પણ નથી !!
ઓહ.. તું નથી જડ નથી ચેતન, તું કંઈક નથી અમે બસ તને #સમય કહીયે એટલુ જ છે..
તું ઠગારો છે મને ઘણી વાર ઠગી ગયો છે..
મને બાળાપણથી જુવાનીમાં લઇ ગયો..
અને હવે મારી ઉઠાંતરી કરી ઘડપણમાં ઢસડી જવો છે એમ ને !!
તું ધુતારો છે તારી સાથે કિટ્ટા જા...

પ્રદિપ પરમાર (ભેરૂ)

પ્રેમ કહો ,સ્નેહ કહો, હેત કહો ગમે એ કહો કંઈ ન જડે તો બસ તમારા શબ્દોમાં એનું નામકરણ કરી કાઢો, અદભુત છે આ અનુભૂતિ જે આખા જીવ જગતને પ્રીતિકર છે....
પ્રત્યેક વ્યક્તિ તેને મેળવવા વલખા મારે છે,હર ક્ષણ એને ઝંખે છે, પ્રતિપલ એની એશણા કરે છે, ક્યાંક એ લગરીક દેખાય જાય તો એની આંગળી પકડી ચાલી નીકળે, જીવતર આખું ખપાવી નાખે, સર્વત્ર એને નામ લખી દે... બસ એક પ્રેમના ઈશારે.
તમે અને હું કઈ અલગ નથી, કોઈ અલગ માટીએથી નથી બનેલા ભીતર જરા ડોકિયું કરો પ્રેમ નામનો પ્રસાદ આપણી અંદર પણ ધરબાયેલો પડ્યો છે... પણ એની વહેંચણી ચુનિંદા વ્યક્તિ માટે અને કોઈ ખાસ સમય માટે સાચવી રાખી છે...
પ્રેમ મેળવવાની બાબતે આપણે લોભી અને આપવાની બાબતે કંજૂસ છીએ....
પ્રદિપ પરમાર (#ભેરૂ)
આમ જોઇયે તો માણસ તરીકે આપણો અર્થ મસમોટો ને ભારેભરખમ છે, કોઈ અમૃતપુત્ર કહે કોઈ બુદ્ધિનો ભંડાર કહે અને બીજું નકામું ઘણું બધું, પણ આજે આપણે ક્યાં છીયે એ કૂટપ્રશ્નનો વિચારશુદ્ધા હચમચાવી નાખે !! ઉંમરની ગણનપટ્ટીમાં થોડા ઉંમરના મણકા ઉમેરી મોટા થઈ આપણે સુખી છીયે? આનંદિત છીયે?
સભાન અવસ્થામાં પ્રત્યતૂર નકારમાં જ મળશે,
કારણ છે ક્યાંક ને ક્યાંક અજાણતા વિસ્મયતા અને કુતૂહલતાનું ગળું ટુંપાઈ ગયું છે.....
હવે કોઈ પતંગિયું કોઈ ચકલી કે કોઈ સાયકલ આપણને આનંદ અર્પિત નથી કરતું...
(પ્રદિપ પરમાર) ભેરૂ
જો ઊગી શકે તો, 
હાલ જ વાવી દઉં
તારા હદયના કોઈક ખૂણે પ્રેમના બીજ.
#ભેરૂ
સરવાળા સબંધના શું કર્યા ,
અમે,હયાતી જ હારી ગયા....
(ભેેરૂ)